ગુજરાતના પ્રસિદ્ધ લેખક મધુસૂદન પારેખનું 100 વર્ષની વયે નિધન.

  • તેઓને 'પ્રિયદર્શી' નામથી ઓળખવામાં આવતા હતા. 
  • તેઓ ગુજરાતી સમાચારપત્ર ગુજરાત સમાચારમાં છ દાયકાથી 'હુ શાણી અને શકરાભાઇ' નામથી હાસ્ય કોલમ લખતા હતા. 
  • હાસ્ય લેખક સિવાય તેઓ વિવેચક, સંપાદક અને અનુવાદક પણ હતા. 
  • તેઓએ 1958માં 'ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો' પર પીએચડી કર્યું હતું. 
  • વર્ષ 1961 થી તેઓ બુદ્ધિપ્રકાશના તંત્રી તેમજ 1947થી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી રહ્યા હતા. 
  • તેઓએ 'હું, શાણી અને શકરાભાઇ', 'સૂડી સોપારી', 'રવિવારની સવાર', 'હું, રાધા અને રાયજી', 'આપણે બધા', 'વિનોદાયન', 'પેથાભાઇ પુરાણ' વગેરે જેવા સાહિત્યોનું સર્જન કર્યું હતું. 
  • તેઓએ પોતાના ધર્મપત્ની કુસુમબહેન વિશે 'કુસુમાખ્યાન' પુસ્તક લખ્યું હતું. 
  • આ સિવાય તેઓએ હાસ્યરસિક એકાંકી 'નાટ્યસુમો', 'પ્રિયદર્શીના પ્રહસનો' વગેરે લખ્યા હતા. 
  • અનુવાદ અને સંપાદનગ્રંથોમાં 'અમેરિકન સમાજ', 'હેનરી જેમ્સની વાર્તાઓ', 'અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', 'હિન્દુસ્તાન મધ્યેનું એક ઝૂંપડું' વગેરે ઉલ્લેખનીય છે. 
  • વર્ષ 1972માં તેઓને કુમાર ચંદ્રક એનાયત કરાયો હતો. 
Madhusudan Parekh

Post a Comment

Previous Post Next Post