- લેખક અંબિકાસુથન માનગડને તેમના 'પ્રણવાયુ' નામના ટૂંકી વાર્તાઓના સંગ્રહ માટે તેઓને પસંદ કરવામાં આવ્યા.
- આ એવોર્ડમાં રૂ. 30,000, પ્રશસ્તિપત્ર અને તકતીનો સમાવેશ થાય છે.
- ગુરુવાયુરપ્પન ટ્રસ્ટ દ્વારા સ્થાપિત આ પુરસ્કાર મલયાલમમાં ટૂંકી વાર્તાઓના શ્રેષ્ઠ સંગ્રહ માટે આપવામાં આવે છે.
- પ્રાણવાયુમાં એવી વાર્તાઓ સામેલ છે જે સમકાલીન છે અને આધુનિક દ્રષ્ટિ અને દૃષ્ટિકોણથી ભરેલી છે. જે આબોહવા પરિવર્તનના વિષય પર આધારિત છે.
- વર્ષ 2015 માં લખાયેલ 'પ્રાણવાયુ' એક ડાયસ્ટોપિયન વિશ્વની વાર્તા કહે છે જ્યાં લોકોને જીવન ટકાવી રાખવા માટે ઓક્સિજન કીટ ખરીદવી પડે છે.
- છ વર્ષ પછી વર્ષ 2021માં તે કેરળમાં સૌથી વધુ વંચાતી વાર્તાઓમાંની એક બની કારણ કે તે દરમ્યાન વિશ્વભરમાં કોવિડ મહામારી ફેલાયેલ હતી.
- વર્ષ 2020માં કેરળની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કેસરગોડના સહયોગી પ્રોફેસર દ્વારા તેનુ અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો.
- નવેમ્બર 2021માં કોઝિકોડની સરકારી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સુમા.એસ દ્વારા તેનો હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યો.