- ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા ઓડિશાના રાઉરકેલામાં ભારતના સૌથી મોટા અને એકમાત્ર ઇકો-ફ્રેન્ડલી "બિરસા મુંડા હોકી સ્ટેડિયમ" ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- આ સ્ટેડિયમનું નામ આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાના નામ પર રાખવામાં આવ્યું છે.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2023ના 15માં મેન્સ હોકી વર્લ્ડ કપનો યજમાન દેશ ભારત છે અને આ વર્લ્ડકપ 13 થી 29 જાન્યુઆરી સુધી ઓડિશાના ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં અને 20,000 બેઠક ધરાવતા નવા બનેલા "બિરસા મુંડા સ્ટેડિયમ" ખાતે યોજાનાર છે.
- ઓડિશાના મુખ્યમંત્રી દ્વારા ભારત ટ્રોફી જીતે તો ભારતીય ટીમના દરેક ખેલાડીઓને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી.