ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી.

  • આ પુરસ્કારોની જાહેરાત દેશના 74માં ગણતંત્રની પૂર્વ સંધ્યાએ કરવામાં આવી છે.
  • આ વર્ષે કુલ 106 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારનો સમાવેશ થાય છે.

પુરસ્કાર વિશે:

  • પદ્મ પુરસ્કાર વર્ષ 1954થી દર વર્ષે ગણતંત્ર દિવસે ઘોષિત કરવામાં આવે છે જેમાં કલા, સાહિત્ય, શિક્ષા, ખેલ, મેડિસિન, સામાજિક કાર્ય, વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં અસાધારણ કાર્ય કરવા બદલ આ પુરસ્કાર અપાય છે.
  • વર્ષ 1955 સુધી કેન્દ્ર સરકાર ભારતરત્ન અને પદ્મવિભૂષણ એમ બે જ પુરસ્કાર આપતી હતી જેમાં પદ્મવિભૂષણ પુરસ્કારને ત્રણ વર્ગમાં વિભાજિત કરાયો હતો.
  • જાન્યુઆરી, 1955થી આ ત્રણેય વર્ગને પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી નામ અપાયા હતા.
  • આ પુરસ્કાર ભારતના કોઇપણ વ્યક્તિને મળી શકે છે પરંતુ સરકારી કર્મચારીઓ (ડૉક્ટર અને વૈજ્ઞાનિકો સિવાય) જ્યા સુધી પોતાના પદ પર હોય ત્યા સુધી આ પુરસ્કાર તેઓને મળતો નથી.
  • આ પુરસ્કાર દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે અપાય છે જેમાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષર ધરાવતું સીલ સર્ટિફિકેટ અને મેડલ આપવામાં આવે છે.
  • આ સમ્માન મેળવનાર વ્યક્તિને તેના મેડલની એક પ્રતિકૃતિ પણ અપાય છે જેને તે કોઇપણ સમારોહમાં પહેરી શકે છે.
  • આ પુરસ્કાર કોઇ પદવી નથી તેથી તેને વ્યક્તિના નામની આગળ કે પાછળ ઉપયોગ કરી શકાતો નથી.
  • એક વર્ષમાં પદ્મ પુરસ્કારોની કુલ સંખ્યા 120થી વધુ ન હોવી જોઇએ પરંતુ મરણોત્તર અને વિદેશીઓના નામ સહિત તે 120થી વધુ હોઇ શકે છે.
  • અત્યાર સુધીમાં વર્ષ 1978, 1979 અને 1993 થી 1997 દરમિયાન અમૂક કારણોસર આ પુરસ્કારોને ગણતંત્ર દિવસ સિવાયના દિવસે ઘોષિત કરાયા હતા.
પુરસ્કાર મેળવેલ વ્યક્તિઓની યાદી જોવા માટે Monday Musings Magazine વાંચો.

padma awards 2023

Post a Comment

Previous Post Next Post