- ખગોળશાસ્ત્રીઓના મત મુજબ આ રેડિયો સિગ્નલ આઠ અબજ પ્રકાશવર્ષ પહેલા તેના સ્થાનથી વહેતું થયું છે જેને પૂણે ખાતેની Giant Metrewave Radio Telescope (GMRT) એ મેળવ્યું છે.
- અત્યાર સુધીના અંતરિક્ષના ઇતિહાસમાંથી આ સિગ્નલ સૌથી દૂરના અંતરથી મળ્યું છે.
- આ સિગ્નલ SDSS JO826+5630 સંજ્ઞા ધરાવતી ગેલેક્સીમાંથી મળી આવ્યો છે જે પૃથ્વીથી 800 કરોડ પ્રકાશવર્ષ દૂર છે.
- આ રેડિયો સિગ્નલ સંબંધિત ગેલેક્સીમાંથી 800 કરોડ પ્રકાશવર્ષ દૂર એટલે કે 800 કરોડ પ્રકાશવર્ષ પહેલા નીકળીને પૃથ્વી પર પહોંચ્યો છે જે સમયે બ્રહ્માંડની ઉંમર આજના અંતરિક્ષની સરખામણીએ ફક્ત 1/3 હશે એટલે કે 13.7 અબજ વર્ષ પહેલા જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું તેના થોડા સમય દરમિયાન જ આ સિગ્નલ ગેલેક્સીમાંથી બહાર પ્રસારિત થયું હશે!
