- ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા દ્વારા દક્ષિણ આફ્રિકા સામે 19 રનથી મેચ જીતવામાં આવી.
- આ સાથે ઓસ્ટ્રેલિયા વિમેન્સ ટીમ છઠ્ઠી વખત આ ટ્રોફી જીતી. ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ટીમ સાતમી વખત ફાઇનલમાં પહોંચી.
- ટૂર્નામેન્ટના છેલ્લા 13 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે તેની હેટ્રિક પૂરી કરી જેમ ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ 2018, 2020 અને 2023માં સતત ચેમ્પિયન બની છે.
- આ પહેલા તેણે 2010, 2012 અને 2014માં પણ સતત ત્રણ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
- વર્ષ 2016માં ભારતમાં યોજાયેલ વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો વેસ્ટ ઇન્ડિઝ સામે પરાજય થયો હતો.