- હાલમાં ન્યુઝીલેન્ડ ખાતે ચક્રવાત 'ગેબ્રિયલ'ને કારણે નોર્થ આઈલેન્ડમાં ભારે પૂર અને ભૂસ્ખલન થયું છે, દરિયાઈ તોફાનની સ્થિતિ ઉદભવેલ છે અને ભારે વરસાદ અને ભારે પવનને કારણે ન્યુઝીલેન્ડમાં 40,000 થી વધુ ઘરો વીજળી વગરના થયા છે.
- આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ રાષ્ટ્રીય કટોકટીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- ન્યુઝીલેન્ડના ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે રાષ્ટ્રીય ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અગાઉ 2019માં ક્રાઈસ્ટચર્ચમાં થયેલા આતંકી હુમલા અને 2020માં કોવિડ મહામારી દરમિયાન રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી.