કર્ણાટકમાં દેશનો પ્રથમ મરિના (બોટ બેસિન) બનાવવામાં આવશે.

  • આ જાહેરાત કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ દ્વારા કરવામાં આવી.
  • આ મરીના (બોટ બેસિન) કર્ણાટકમાં દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઉડુપી જિલ્લાના બાયન્દુરમાં બનાવવામાં આવશે.
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં બીચ ટુરીઝમ અને તીર્થયાત્રા પર્યટન શરૂ કરવા કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમોમાં છૂટછાટ આપવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે.
  • ઐતિહાસિક પ્રવાસન વિકસાવવા માટે પુરાતત્વ વિભાગ પાસેથી ગંગા, કદમ્બ, રાષ્ટ્રકૂટ, ચાલુક્ય અને હોયસાલા જેવા મહાન રાજવંશોનો ઇતિહાસ એકત્રિત કરવામાં આવશે. જેથી પર્યટનના વિકાસ સાથે લોકોને કર્ણાટકના સમૃદ્ધ ઇતિહાસને સમજવામાં પણ મદદ મળશે.
  • કર્ણાટક રાજય સરકાર દ્વારા બનાવાસીમાં મધુકેશ્વર અને ગંગાપુરામાં દત્તાત્રેય જેવા પ્રાચીન મંદિરોના કોરિડોર બનાવવા અને પ્રવાસ પર્યટનને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 
  • માન્ય પ્રવાસી માર્ગદર્શકો માટે માસિક રૂ.5000ના માનદ વેતનનું આયોજન કરવામાં આવ્યું છે.
Karnataka plans country’s first marina at Byndoor

Post a Comment

Previous Post Next Post