- મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા 25 અને 26 ફેબ્રુઆરી 2023ના રોજ બે દિવસીય 'Youth20 (Y20) India Summit' નું આયોજન કરવામાં આવ્યું.
- જેમાં ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણીય સંરક્ષણ આધારિત 'Climate Change and Disaster Risk Reduction: Making sustainability a Way of Life' થીમ રાખવામાં આવી છે.
- ભારતના G20 પ્રમુખપદની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત આ સમિટનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું.
- આ કોન્ફરન્સમાં 62 દેશોના 600 થી વધુ પ્રતિનિધિઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો. જેમાં G20 દેશોના 167 પ્રતિનિધિઓ, 8 આંતરરાષ્ટ્રીય વિદ્વાનો, 12 રાષ્ટ્રીય વિદ્વાનો, 25 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, 25 રાષ્ટ્રીય પ્રતિનિધિઓ, યુવા મંત્રાલયના 25 પ્રતિનિધિઓ, 50 પર્યાવરણ પર કામ કરતા તજજ્ઞો, 15 શોધ વિદ્વાનો, 10 NSS અને શહેરી આયોજન સભ્યો, આબોહવા પરિવર્તન અને પર્યાવરણ અભ્યાસના ક્ષેત્રના વિવિધ યુનિવર્સિટીઓના 250 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
- વર્ષ 2023માં ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. જે અંતર્ગત ભારતમાં G20ના મુખ્ય કાર્યક્રમ સિવાય અન્ય વિવિધ પરિષદોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઈવેન્ટ્સ અંતર્ગત Y20 સમિટનું પણ આયોજન કરવામાં આવશે.
- G-20 નું ભારતનું પ્રમુખપદ પણ ‘અમૃત કાળ’ની શરૂઆત દર્શાવે છે. અમૃતકાળની શરૂઆત 15 ઓગસ્ટ 2022ના રોજ થઈ છે. જે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ છે. જે 25 વર્ષ સુધી એટલે કે આઝાદીના શતાબ્દી વર્ષ સુધી ઉજવવામાં આવશે.
Y20 સમિટ શું છે?
- ભારત પ્રથમ વખત Y20 સમિટનું આયોજન કરી રહ્યું છે. યુથ 20 એંગેજમેન્ટ ગ્રુપ ભારતનું મુખ્ય ધ્યાન વિશ્વભરના યુવા નેતાઓને વિચારોની ચર્ચા કરવા અને સારા ભવિષ્ય માટેનો એજન્ડા સેટ કરવા માટે એકસાથે લાવવાનું છે. ભારતના પ્રમુખપદ દરમિયાન Y20 દ્વારા હાથ ધરવામાં આવનારી પ્રવૃત્તિઓ વૈશ્વિક યુવા નેતૃત્વ અને ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરશે. અંતિમ યુથ-20 સમિટ સુધીના ભાગરૂપે આગામી આઠ મહિના માટે દેશભરની વિવિધ યુનિવર્સિટીઓમાં વિવિધ ચર્ચાઓ અને સેમિનાર સાથે પાંચ Y20 થીમ પર ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.