ચેન્નાઈ અને પુડુચેરી બંદરો વચ્ચે કોસ્ટલ કન્ટેનર ફીડર સેવા શરૂ કરવામાં આવી.

  • ચેન્નાઈ અને પુડુચેરી બંદરો વચ્ચેની દરિયાકાંઠાની શિપિંગ સેવા કન્ટેનર ફીડર દ્વારા જહાજ હોપ સેવન અને 106 TEUs સાથે શરૂ કરવામાં આવી.
  • ઉલ્લેખનીય છે ભારત સરકાર દ્વારા 'સાગરમાલા કાર્યક્રમ' હેઠળ માર્ગ દ્વારા પરિવહનની તુલનામાં દરિયાકાંઠાના શિપિંગના આર્થિક અને પર્યાવરણીય લાભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
  • આ સંદર્ભમાં સરકાર દ્વારા પુડુચેરી અને કુડ્ડાલોર/નાગાપટ્ટિનમ, દક્ષિણ-પૂર્વમાં ત્રિચી/વિલ્લુપુરમ અને પશ્ચિમમાં સલેમ/વિલ્લુપુરમથી કન્ટેનર કાર્ગો-નિકાસ અને આયાત માટે પુડુચેરી બંદરને ચેન્નાઈ બંદરના સેટેલાઇટ બંદર તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
  • આ પરિવહન માટે 15મી માર્ચ, 2017ના રોજ ચેન્નાઈ પોર્ટ અને પુડુચેરી પોર્ટ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.  
  • આ પરિવહન શરૂ થવાથી પુડુચેરી અને તેના અંતરિયાળ વિસ્તારથી ચેન્નાઈ બંદર સુધી રસ્તાની ભીડ વિના કાર્ગો વોલ્યુમમાં વધારો થશે.
Container feeder service launched between Chennai, Puducherry ports

Post a Comment

Previous Post Next Post