દિલ્હી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને એશિયા-પેસિફિક એવોર્ડ આપવામાં આવ્યો.

  • દિલ્હી એરપોર્ટને 2022 માટે વાર્ષિક 40 મિલિયનથી વધુ મુસાફરોની શ્રેણીમાં એર સર્વિસ ક્વોલિટી (ASQ) શ્રેષ્ઠ એરપોર્ટનો અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૌથી સ્વચ્છ એરપોર્ટનો શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ આપવામાં આવ્યો.
  • ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને સતત પાંચમી વખત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો.
  • અગાઉ દિલ્હી એરપોર્ટને 2018, 2019, 2020 અને 2021માં 40 કરતા વધુ MPPAની ઉચ્ચતમ શ્રેણીમાં સતત ચાર વર્ષ સુધી એશિયા-પેસિફિક ક્ષેત્રના શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો હતો. 
  • અન્ય ભારતીય એરપોર્ટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટને એશિયા-પેસિફિક ક્ષેત્રના શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ પણ મળ્યો હતો, જેમાં એરપોર્ટને 40 મિલિયનથી વધુ મુસાફરોની શ્રેણીમાં શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે, બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ એરપોર્ટ ઇન એરાઇવલ્સનો એવોર્ડ, હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને 15થી 25 મિલિયન મુસાફરોની શ્રેણી માટે એશિયા-પેસિફિક ક્ષેત્રના શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો, તિરુચિરાપલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટને એશિયા-પેસિફિક કેટેગરીમાં 20 લાખ મુસાફરોની શ્રેણીમાં શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Delhi International Airport among cleanest in Asia-Pacific

Post a Comment

Previous Post Next Post