- જિલ્લા બાળ સુરક્ષા એકમ અમદાવાદ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત દેશમાં પહેલીવાર અનાથ સગીર બાળકો અને 18 વર્ષથી મોટા અનાથના રેશન કાર્ડ કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
- શહેરમાં આવેલ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશન ખાતે રહેતા અનાથ બાળકો પાસે સરકારની વિવિધ યોજનાના લાભ લેવા માટે કોઇ જ આધાર પુરાવા હોતા નથી. જેના કારણે બાળકો સરકારની વિવિધ યોજનાથી વંચિત રહે છે.ઉપરાંત 18 વર્ષથી વધુ વયના બાળકો આધાર પુરાવાના અભાવે GPSC, UPSC જેવી કોઈ પણ પરીક્ષણ ફોર્મ ભરી શકતા નથી.
- આ બાબતને ધ્યાને લઇ આવા બાળકોને આધાર પુરાવા મળી રહે તે હેતુથી જિલ્લા બાળ સુરક્ષા એકમ-અમદાવાદની કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા અન્ન અને નાગરિક પુરવઠા, અમદાવાદની કચેરીના સંયુક્ત પ્રયાસોથી અમદાવાદના બાળ સંભાળ ગૃહોમાં આશ્રય લઈ રહેલા તમામ અનાથ બાળકો માટે તેમના રેશન કાર્ડ બનાવવા રજૂઆત કરવામાં આવી હતી.