- તે બંનેને ટ્રોફી સાથે 25-25 લાખ રૂપિયા સાથે કુલ ઈનામની રકમ રૂ. 2.7 કરોડ મળી.
- હોકી ઈન્ડિયા દ્વારા વર્ષ 2021 માટે પણ પુરસ્કારો આપવામાં આવ્યા. આ પુરસ્કાર કોવિડ 19 મહામારીના લીધે આપી શકાયા ન હતા.
- ઉપરાંત વર્ષ 1964 ઓલિમ્પિક્સની સુવર્ણ વિજેતા ટીમના સભ્ય, ગુરબક્ષ સિંઘને હોકીની રમતમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે વર્ષ 2022નો પ્રતિષ્ઠિત હોકી ઈન્ડિયા મેજર ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો જેમાં 30 લાખ રૂપિયા અને ટ્રોફી આપવામાં આવી.
- તેઓ વર્ષ 1968 મેક્સિકો ઓલિમ્પિકમાં કાંસ્ય વિજેતા ભારતીય ટીમના સંયુક્ત કેપ્ટન રહી ચૂક્યા હતા.
- તેઓએ વર્ષ 1966 એશિયન ગેમ્સમાં પણ રાષ્ટ્રીય ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
- મેલબોર્નમાં વર્ષ 1956 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહેલા અમિત સિંહ બક્ષીને 2021 માટે મેજર ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર આપવામાં આવ્યો.
- વર્ષ 2021 મેન્સ અને વિમેન્સ પ્લેયર ઓફ ધ યર તરીકે હરમનપ્રીત સિંહ અને સવિતાને સન્માનિત કરવામાં આવ્યા.