- આ સ્પેસસુટ NASA અને Axiom Space દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો.
- આ માટે NASA દ્વારા Axiom Space કંપનીને 22.85 કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
- આ સ્પેસસુટ ચંદ્ર પર લાંબા સમય માટે રહી શકાય અને સરળતાથી હલન ચલન કરી શકાય એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે.
- આ સુટ એકવારમાં 8 કલાક માટે પહેરી શકાશે. આ ડ્રેસમાં કાળા રંગનું બાહ્ય આવરણ છે, જેમાં ઘૂંટણ, ખભા અને પગની ઘૂંટીઓ પર નેવી અને નારંગી રંગના કૂલ સ્પ્લેશ અને છાતી પર ડીપ-V ઓવરલે છે. એક ખભા પર અમેરિકન ધ્વજ દોરેલ છે.
- ઉપરાંત તેમાં પાછળની બાજુએ ખાસ પ્રકારની લાઈફ સપોર્ટ સિસ્ટમ લગાડવામાં આવી છે.
- આ સ્પેસ સૂટના હેલ્મેટમાં એચડી વિડિયો કેમેરા છે, જેનાથી અવકાશયાત્રી જે પણ જોશે તેનું પૃથ્વી પર લાઇવ સ્ટ્રીમિંગ કરી શકાશે.
- નાસા દ્વારા તેના આર્ટેમિસ-3 મિશન 2025ના મુસાફરો માટે નવા સ્પેસ સૂટના પ્રોટોટાઇપનું નિર્માણ કરવામાં આવ્યુ છે.
- આ મિશનમાં પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત પુરુષને ચંદ્રની સપાટી પર મોકલવામાં આવશે.
- અગાઉ નાસા દ્વારા છેલ્લી વખત વર્ષ 1972માં ચંદ્ર પર માનવ મોકલવામાં આવ્યા હતા.