વર્ષ 2021-22 દરમિયાન દેશમાં દૂધનું કુલ ઉત્પાદન 5.29% નો વધારા સાથે 221.06 મિલિયન ટન સુધી પહોચ્યું.

  • ટોચના પાંચ મુખ્ય દૂધ ઉત્પાદક રાજ્યોમાં રાજસ્થાન (15.05%), ઉત્તર પ્રદેશ (14.93%), મધ્યપ્રદેશ (8.06%), ગુજરાત (7.56%) અને આંધ્રપ્રદેશ (6.97%) સમાવેશ થાય છે.  
  • દૂધ ઉપરાંત વર્ષ 2021-22માં દેશમાં ઈંડાનું કુલ ઉત્પાદન 129.60 અબજ એ પહોચ્યુ જે પાછલા વર્ષ કરતા 6.19% વધુ છે.  
  • કુલ પાંચ મુખ્ય ઇંડા ઉત્પાદક રાજ્યોમાં આંધ્રપ્રદેશ (20.41%), તમિલનાડુ (16.08%), તેલંગાણા (12.86%), પશ્ચિમ બંગાળ (8.84%) અને કર્ણાટક (6.38%)નો સમાવેશ થાય છે.
  • વર્ષ 2021-22 માટે દેશમાં માંસનું કુલ ઉત્પાદન 5.62%ની વાર્ષિક વૃદ્ધિ સાથે 9.29 મિલિયન ટન રહ્યું.  
  • કુલ પાંચ મુખ્ય માંસ ઉત્પાદક રાજ્યોમાં મહારાષ્ટ્ર (12.25%), ઉત્તર પ્રદેશ (12.14%), પશ્ચિમ બંગાળ (11.63%), આંધ્ર પ્રદેશ (11.04%), અને તેલંગાણા (10.82%)નો સમાવેશ થાય છે.
  • વર્ષ 2021-22 દરમિયાન દેશમાં ઊનનું કુલ ઉત્પાદન 33.13 હજાર ટન રહ્યું જે અગાઉના વર્ષની સરખામણીમાં 10.30% ઘટ્યું છે.
Basic Animal Husbandry Statistics 2022

Post a Comment

Previous Post Next Post