નૌકાદળની બહુપક્ષીય કવાયત 'સી-ડ્રેગન' USના ગુઆમ દરિયાકિનારે શરૂ થઈ.

  • આ સૈન્ય અભ્યાસ 15 માર્ચથી 30 માર્ચ 2023 સુધી ચાલશે.
  • ભારત તરફથી મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ P8I આ સૈન્ય કવાયતમાં ભાગ લેશે.
  • આ કવાયત દરમિયાન સહભાગી દેશો સંયુક્ત એન્ટી સબમરીન ઓપરેશનનો અભ્યાસ કરશે.
  • US નેવી દ્વારા આયોજિત આ ત્રીજી સૈન્ય કવાયત છે જેમાં લાંબા અંતરની MR ASW એરક્રાફ્ટ માટે બહુપક્ષીય ASW હાથ ધરવામાં આવે છે.     
  • સી ડ્રેગન USની આગેવાની હેઠળની બહુરાષ્ટ્રીય કવાયત છે જે વાર્ષિક કવાયત છે અને વર્ષ 1992માં શરૂ કરવામાં આવી હતી.  
  • આ યુદ્ધ કવાયત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરંપરાગત અને બિન-પરંપરાગત દરિયાઈ સુરક્ષા પડકારોના પ્રતિભાવમાં સબમરીન વિરોધી યુદ્ધ માટે સજ્જ થવા માટે રચાયેલ છે.  
  • આ સૈન્ય કવાયતનો ઉદ્દેશ્ય તેમના સહિયારા મૂલ્યોના આધારે મૈત્રીપૂર્ણ નૌકાદળો વચ્ચે શ્રેષ્ઠ સંકલન અને તાલમેલ બનાવવાનો છે.
Indian Navy's P8I aircraft reaches Guam for Exercise Sea Dragon

Post a Comment

Previous Post Next Post