સ્પેસ એક્સ કંપની દ્વારા 'Crew-6 Mission' નું સફળતા પૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું.

  • ઈલોન મસ્કની અંતરીક્ષ ક્ષેત્રની કંપની સ્પેસ એક્સ દ્વારા આ મિશન મારફત ચાર અવકાશ યાત્રીઓને નાસાના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા. 
  • આ મિશનમાં અમેરિકા, રશિયાના અવકાશ યાત્રીઓ સાથે UAEનો અવકાશ યાત્રીનો સમાવેશ થાય છે.
  • UAE નો અવકાશયાત્રી એક મહિનાથી વધુ સમય માટે અવકાશ મિશન પર જનાર અરબનો પહેલો વ્યકિત બન્યો.
  • ફાલ્કન રોકેટને કેનેડી સ્પેસ સ્ટેશનથી છોડવામાં આવ્યું હતું. 
  • આ મિશન હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચનારા અવકાશ યાત્રીઓ ૬ મહિના સુધી નાસાના સ્પેસ સ્ટેશનમાં રહેશે અને વિજ્ઞાાનથી જોડાયેલા અનેક પ્રયોગો કરશે. 
  • આ મિશનનું નેતૃત્વ ૫૯ વર્ષીય સ્ટીફન બોવેન કરી રહ્યા છે. 
  • નેવીના અધિકારી રહી ચૂકેલ તેઓ અવકાશમાં 40 દિવસ રહેવાનો અનુભવ ધરાવે છે.
  • 'Crew-6' ના અવકાશ યાત્રીઓના પહોચ્યા બાદ ક્રૂ-૫ના સભ્યો ધરતી પર પરત ફરશે. 
  • ઉલ્લેખનીય છે કે અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલા તનાણ વચ્ચે પણ આ મિશનમાં રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસનો એક અવકાશ યાત્રી પણ મિશનમાં શામેલ છે. 
  • બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી મુજબ, અમેરિકાના અવકાશ યાત્રી સોયુઝ કેપ્શ્યુલ જ્યારે રશિયાનો અવકાશ યાત્રી ક્રૂ ડ્રેગનની સવારી કરશે.
SpaceX launches NASA Crew-6 mission.

Post a Comment

Previous Post Next Post