- ચીનના નાગરિક બાબતોના મંત્રાલય દ્વારા અરુણાચલ પ્રદેશ માટે સ્થળોના નામ જાહેર કરવામાં આવ્યા જેને તે તિબેટનો દક્ષિણ ભાગ ઝંગનાન તરીકે ઓળખાવે છે.
- ચીને અરુણાચલ પ્રદેશ માટે 'ચીની, તિબેટીયન અને પિનયિન' સ્ક્રિપ્ટમાં નામોની ત્રીજી યાદી બહાર પાડી છે.
- 11 સ્થળોમાં બે જમીન વિસ્તારો, બે રહેણાંક વિસ્તારો, પાંચ પર્વતીય શિખરો અને બે નદીઓ સહિતના સત્તાવાર નામ તેમના ચોક્કસ સંકલન સાથે જાહેર કરવામાં આવ્યા.
- આ ઉપરાંત સ્થાનોના નામ અને તેમના ગૌણ વહીવટી જિલ્લાઓની શ્રેણી સૂચિબદ્ધ કરવામાં આવી.