યુએનની એજન્સી WMO દ્વારા ગ્લોબલ ક્લાઇમેટ રિપોર્ટ 2022 પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રની World Meteorological Organization (WMO) દ્વારા પ્રસિદ્ધ કરાયો છે જેના મુજબ ક્લાઇમેટ ચેન્જના કારણે ભારતમાં કૃષિ ઉત્પાદન ઘટ્યું છે તેમજ ગરમી અને પૂરનું પ્રમાણ વધ્યું છે. 
  • આ રિપોર્ટ મુજબ ફક્ત યુરોપમાં જ ગરમીને લીધે એક જ વર્ષમાં 15,700થી વધુ લોકોના મૃત્યું થયા છે. 
  • આ સિવાય વર્ષ 2022માં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનમાં પણ રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. 
  • વર્ષ 2022માં ગ્લેશિયર 1.3 મીટર સુધી પીગળી ગયા છે તેમજ ઇતિહાસમાં પ્રથમવાર સ્વિટ્ઝર્લેન્ડના ગ્લેશિયરોમાં ગયા વર્ષે બરફ દેખાયો જ ન હતો. 
  • યુએન મુજબ આ સદીના અંત સુધીમાં મહાસાગરોનું જળ 20 થી 39 ઇંચ સુધી વધી શકે છે તેમજ વર્ષ 2060 સુધીમાં પૃથ્વી પર તેના ઘાતક પરિણામો આવી શકે છે.
Climate Change Continued Its Advance in 2022

Post a Comment

Previous Post Next Post