- ભારતમાં પ્રોજેક્ટ ટાઇગરની શરુઆત નવેમ્બર, 1973માં કરવામાં આવી હતી.
- આ પ્રસંગે ભારત સરકાર દ્વારા International Big Cats Alliance (IBCA) ની કર્ણાટક ખાતેથી જાહેરાત કરવામાં આવી છે.
- IBCA બિલાડ કુળની 7 પ્રજાતિઓના રક્ષણ અને સંવર્ધનનું કાર્ય કરશે.
- આ પ્રજાતિઓમાં વાઘ, સિંહ, દીપડો, હિમ ચિત્તો, પુમા, જેગુઆર અને ચિત્તાનો સમાવેશ થાય છે.
- ભારતમાં પ્રોજેક્ટ ટાઇગરનું સંચાલન National Tiger Conservation Authoriy દ્વારા કરવામાં આવે છે.
- પ્રોજેક્ટ ટાઇગરની સફળતાના સીમાચિહ્ન રુપે વર્ષ 2022માં ઉત્તર પ્રદેશના રાણીપુર વાઇલ્ડલાઇફ સેંચુરી ખાતે દેશનું 54મું ટાઇગર રિઝર્વ ખુલ્લું મુકાયું હતું જે ઉત્તર પ્રદેશનું ચોથું ટાઇગર રિઝર્વ છે.