- તેઓ વર્ષ 1960ના દાયકાના ભારતીય ક્રિકેટર છે.
- કાબુલમાં જન્મેલા દુરાની ગુજરાતના જામનગરમાં ઉછરેલા છે.
- તેઓએ ભારત માટે 29 ટેસ્ટ રમી જેમાં 1202 રન બનાવ્યા જેમાં 7 અર્ધ સદી કરી હતી અને 75 વિકેટ લીધી હતી.
- વર્ષ 1961-62માં ઐતિહાસિક પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડને 2-0થી હરાવતા ભારત માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
- તેઓ ભારતના પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા ક્રિકેટર અને જાહેર માંગ પર સિક્સર મારનાર વ્યક્તિ હતા.
- તેઓને BCCI દ્વારા વર્ષ 2011માં સી.કે. નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
- તેઓએ 1962માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે એક ટેસ્ટ સદી ફટકારી હતી.
- કારકિર્દીની છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 1973માં ઈંગ્લેન્ડ સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમી હતી, જ્યાં તેઓએ 1960માં પ્રથમ મેચ રમી હતી.
- તે નવ ઇનિંગ્સમાં 23 સ્કેલ્પ સાથે શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા.
- તેઓએ વર્ષ 1973માં જાણીતા અભિનેત્રી પ્રવીણ બાબી સાથે અભિનય કરીને બોલિવૂડમાં પણ ઝંપલાવ્યું હતું.