- અમેરિકાની જ્યોર્જિયા એસેમ્બલી દ્વારા હિન્દુ ફોબિયાની ટીકા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
- આ સાથે જ્યોર્જિયા એસેમ્બલીમાં હિંદુ ફોબિયા અને હિંદુ વિરોધી કટ્ટરતા સામે પગલાં ભરનાર અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું.
- આ પ્રસ્તાવ એટલાન્ટાના ફોર્સીથ કાઉન્ટીના પ્રતિનિધિઓ લોરેન મેકડોનાલ્ડ અને ટોડ જોન્સ દ્વારા ઠરાવ રજૂ કરવામાં આવ્યો.
- એટલાન્ટા જ્યોર્જિયામાં સૌથી મોટા હિંદુ અને ભારતીય-અમેરિકન સમુદાયોનું ઘર છે.
- ઠરાવમાં જણાવાયું છે કે અમેરિકન-હિન્દુ સમુદાય વિવિધ ક્ષેત્રો જેમ કે દવા, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, માહિતી ટેકનોલોજી, નાણા, શિક્ષણ, બાંધકામ, ઊર્જા, છૂટક વેપાર જેવા વિવિધ ક્ષેત્રોમાં મુખ્ય યોગદાન આપનાર છે તથાયોગ, આયુર્વેદ, ધ્યાન, ભોજન, સંગીત, કલાના ક્ષેત્રોમાં હિન્દુ સમુદાયના યોગદાનથી સાંસ્કૃતિક માળખાને સમૃદ્ધ બનાવાયું છે. જે અમેરિકન સમાજ દ્વારા વ્યાપકપણે અપનાવવામાં આવ્યું છે અને લાખો લોકોના જીવનમાં સુધારો થયો છે.
- ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં અમેરિકના કેટલાક ભાગોમાં હિંદુ-અમેરિકનો વિરુદ્ધ નફરતના અપરાધોના કિસ્સા નોંધાયા છે. જેથી આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.