- આગામી ઓક્ટોબર 2023માં ભારતમાં યોજાનાર વર્લ્ડકપ માટે આ લોગો ભારતની વર્ષ 2011ની જીતની 12મી વર્ષગાંઠ પર ભારતના માનમાં કરવામાં આવ્યો છે.
- ક્રિકેટ વર્લ્ડ કપને 'નવરસા' સાથે વિકસાવવામાં આવ્યો છે, જે રમતના પ્રેક્ષકોને હાઇ-સ્ટેક એક્શન દરમિયાન નવ લાગણીઓનો અનુભવને દર્શાવે છે.
- ભારતીય થિયેટરના શબ્દ 'નવરસા'નો ક્રિકેટના સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
- આ લોગોમાં વર્લ્ડ કપ મેચ જોતી વખતે દર્શકોની લાગણીઓને દર્શાવવા માટે પ્રતીકો અને રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ નવ લાગણીઓમાં આનંદ, શક્તિ, વ્યથા, આદર, ગૌરવ, બહાદુરી, કીર્તિ, અજાયબી અને જુસ્સાની લાગણીઓનો સમાવેશ થાય છે જે ક્રિકેટ વર્લ્ડ કપની પ્રતિક્રિયાઓનું પ્રતિનિધિત્વ કરે છે.