- પાકિસ્તાનનો ગેરકાયદે કબજો ધરાવતા કાશ્મીર (PoK)ની એસેમ્બલી દ્વારા શારદા માતા પીઠમાં તીર્થ માટે ભારતથી આવતા શ્રદ્ધાળુઓ માટે એક કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.
- આ પ્રસ્તાવ પસાર થતાં 75 વર્ષ પછી શારદા માતા પીઠમાં તીર્થનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે.
- આ અગાઉ સેવ શારદા કમિટી(SSC) દ્વારા વર્ષ 2006માં કેન્દ્ર સરકાર અને પાકિસ્તાન સરકારને શારદા માતા પીઠ માટે કોરિડોર શરૂ કરવા માટે પત્ર લખ્યા હતા.
- પ્રસ્તાવિત શારદા માતા પીઠ માટે કોરિડોર આશરે 40 કિ.મી. લાંબો હશે જે અંકુશ રેખા પર કાશ્મીરના કુપવાડા જિલ્લાથી શરૂ થશે.
- શારદા પીઠ જવા માટે શ્રદ્ધાળુઓએ નારદ, સરસ્વતી અને નારિલ સરોવરને પાર કરવા પડશે.
- હાલ પીઓકેમાં નીલમ નદી કિનારે બનેલું શારદા પીઠ મંદિર જર્જરિત સ્થિતિમાં છે તે POK ભારતની નીલમ ખીણમાં સ્થિત છે.
- 6ઠ્ઠી અને 12મી સદીની વચ્ચે, તે ભારતીય ઉપખંડમાં સૌથી પ્રખ્યાત મંદિર યુનિવર્સિટીઓમાંની એક હતી. ખાસ કરીને તેની લાઇબ્રેરી સમૃદ્ધ હતી જેને ઉત્તર ભારતમાં શારદા લિપિના વિકાસ અને લોકપ્રિયતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે લિપિનું નામ તેના નામ પરથી રાખવામાં આવ્યું હતું અને કાશ્મીરને "શારદા દેશ" એટલે કે "શારદાનો દેશ" નામ આપવામાં આવ્યું હતું.
- હિન્દુ માન્યતા પ્રમાણે છે દેવી સતીનો જમણો હાથ અહીં પડ્યો હતો.
- શારદા પીઠ એ માર્તંડ સૂર્ય મંદિર અને અમરનાથ મંદિરની સાથે કાશ્મીરી પંડિતો માટેનાં ત્રણ પવિત્ર યાત્રાધામોમાંનું એક છે.
