- ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જુલાઈ 2022માં એ ભારતીય ચલણમાં આંતરરાષ્ટ્રીય વેપારને મંજૂરી આપવામાં આવી હતી.
- વિદેશ મંત્રાલય (MEA) દ્વારા RBIના આ નિર્ણય બાદ જ આ પગલું લેવામાં આવ્યું છે.
- RBIની પહેલનો હેતુ વેપારના વિકાસને સરળ બનાવવા અને ભારતીય રૂપિયામાં વૈશ્વિક વેપાર સમુદાયના હિતોને સમર્થન આપવાનો છે.
- મલેશિયા સાથે આર્થિક વ્યવહાર માટે કુઆલાલંપુર સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ બેંક ઓફ મલેશિયા (IIBM) એ તેની સંબંધિત બેંક એટલે કે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ભારતમાં એક ખાસ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ ખોલીને આ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે.
- વોસ્ટ્રો એકાઉન્ટનો ઉપયોગ સ્થાનિક ચલણમાં ચુકવણી કરવા માટે થાય છે.
- અત્યાર સુધી 35 દેશોએ ભારત સાથે રૂપિયામાં વેપાર કરવા માટે મંજૂરી આપી જેમાં રશિયા ઉપરાંત ભારતના પડોશી દેશો મ્યાનમાર, બાંગ્લાદેશ અને નેપાળ પણ આમાં સામેલ છે.