- આ ટેસ્ટિંગ 2 એપ્રિલ, 2023ની સવારે કર્ણાટકના ચિત્રદુર્ગ ખાતે એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે કરવામાં આવ્યું.
- ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટર દ્વારા RLV એ અંડરસ્લંગ લોડ તરીકે સવારે 7:10 વાગ્યે ઉડાન ભરી હતી અને 4.5 કિમીની ઉંચાઈ પર ઉડાન ભર્યા પછી લેન્ડિંગ મિશનમાં સફળતા મેળવી હતી.
- ઓટોનોમસ લેન્ડિંગનો અર્થ અવકાશયાન કોઈપણ મદદ વગર લેન્ડ થઈ શકે તેવો છે.
- રી-યુઝેબલ રોકેટનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશયાન લોન્ચ કરવા માટે ઉપયોગમાં લેવાતા અતિ-ખર્ચાળ રોકેટ બૂસ્ટરને રિકવર કરવાનો છે. જેથી,ફ્યુઅલ ભર્યા પછી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય.
- ઇલોન મસ્કની કંપની SpaceX એ સૌથી પહેલા 2011માં તેના પર કામ કરવાનું શરૂ કર્યું હતું.
- વર્ષ 2015માં SpaceX એ ફાલ્કન 9 રોકેટ વિકસાવ્યું જે ફરીથી વાપરી શકાય તેવું છે.
- RLV-TD પાસે ફ્યુઝલેજ સીધુ શરીર, નાકની ટોપી, ડબલ ડેલ્ટા પાંખો અને બે ઊભી પૂંછડીઓ છે. તેની લંબાઈ 6.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર છે.
- ઈસરો દ્વારા મે 2016માં પ્રથમ વખત તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેનું નામ હાયપરસોનિક ફ્લાઇટ એક્સપેરિમેન્ટ (HEX) હતું. HEX મિશનમાં, ISRO એ તેના પાંખવાળા વાહન RLV-TD ના પુનઃપ્રવેશનું નિદર્શન કર્યું હતું.હવે ઉતરાણનો પ્રયોગ (લેન્ડિંગ)એટલે કે LEX પૂર્ણ કરવામાં આવ્યું.
- ઈસરો દ્વારા રિટર્ન ટુ ફ્લાઇટ એક્સપેરીમેન્ટ (REX) અને સ્ક્રેમજેટ પ્રોપલ્શન એક્સપેરીમેન્ટ (SPEX) આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
- નાસા પાસે રહેલ સ્પેસ શટલ ટેક્નોલોજી વિશ્વની પ્રથમ ફરીથી વાપરી શકાય તેવી અવકાશયાન ટેકનોલોજી છે.
- ઉપરાંત તે પ્રથમ અવકાશયાન પણ છે જે મોટા ઉપગ્રહોને ભ્રમણકક્ષાની અંદર અને ભ્રમણકક્ષાની બહાર લઈ શકે છે.
- નાસા પાસે આ પ્રકારના 6 સ્પેસ શટલ હતા. આ સ્પેસ શટલ ચેલેન્જર, કોલંબિયા, એટલાન્ટિસ, ડિસ્કવરી, એન્ડેવર અને એન્ટરપ્રાઇઝ હતાં.
- ચેલેન્જર અને કોલંબિયા અકસ્માતનો ભોગ બન્યા હતાં, બાકીના અવકાશયાન મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે.