ભારત સરકારના પંચાયતીરાજ મંત્રાલય દ્વારા વર્ષ 2022ના રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ જાહેર કરવામાં આવ્યા.

  • પંચાયતીરાજ મંત્રાલય દ્વારા વિવિધ કેટેગરીના કુલ 42 રાષ્ટ્રીય એવાૅર્ડની જાહેરાત કરવામાં આવી.
  • જેમાં 12 રાષ્ટ્રીય એવાૅર્ડ તેલંગાણાને, 7 ઓડિશાને,  5 કેરળને,4 મહારાષ્ટ્ર, 3 જમ્મુ-કાશ્મીર તેમજ ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢને 2-2 એવાૅર્ડ મળ્યા.
  • અન્ય રાજ્યોમાં અંદામાન નિકોબાર, આસામ, તમિલનાડુ, કર્ણાટક, મિઝોરમ, ત્રિપુરા અને દાદરા નગર હવેલીને એક-એક મળ્યો.
  • આ એવાૅર્ડ કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગામડાં વચ્ચે ટકાઉ વિકાસની તંદુરસ્ત હરીફાઈ થાય તે માટે, ગ્રામ પંચાયતોમાં ટકાઉ વિકાસના નિર્ધારીત માપદંડો અને વિકાસનાં લક્ષો હાંસલ કરનારી પંચાયતને દર વર્ષે આપવામાં આવે છે.
  • આ એવોર્ડ દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર હેઠળ ગરીબીમુક્ત પંચાયત, સ્વસ્થ પંચાયત બાળમૈત્રી પૂર્ણ પંચાયત, પાણીથી સમૃદ્ધ પંચાયત, સ્વચ્છ અને ગ્રીનપંચાયત, ભૌતિક વિકાસમાં આત્મનિર્ભર પંચાયત, સામાજિક રીતે સુરક્ષિત પંચાયત, સુશાસનયુક્ત પંચાયત અને મહિલા મૈત્રીપૂર્ણ પંચાયત એમ 9 કેટેગરીમાં એકથી ત્રણ નંબરમાં આપવામાં આવે છે.
  • એ જ રીતે ‘નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર’ અંતર્ગત દેશની ત્રણ ગ્રામ પંચાયત, ત્રણ તાલુકા પંચાયત અને ત્રણ જિલ્લા પંચાયતને પ્રથમ, દ્વિતીય અને તૃતીય કેટેગરીનો એવાૅર્ડ અપાય છે. 
  • જ્યારે વિશેષ કેટેગરીમાં ‘ગ્રામઊર્જા સ્વરાજ અને કાર્બન નેચરલ વિશેષ પંચાયત પુરસ્કાર’ બંને કેટેગરીમાં એક થી ત્રણને આપવામાં આવે છે.
  • ઉલ્લેખનીય છે કે ગુજરાતને વર્ષ 2019થી 2021ના સળંગ ત્રણ વર્ષ સુધી 13-13 એવોર્ડ મળ્યા હતા.
Ministry of Panchayati Raj celebrates National Panchayat Awards Week

Post a Comment

Previous Post Next Post