- ભારતીય મહાકાવ્ય રામાયણ સાથે શ્રીલંકાને સમૃદ્ધ, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધ છે. હિન્દુ-પૌરાણિક કથાઓ પ્રમાણે શ્રીલંકામાં દશ મસ્તક ધરાવતા રાક્ષસ રાજા રાવણનું રાજ્ય હતું. તેના દ્વારા ત્રેતાયુગમાં મહાનાયક ભગવાન શ્રીરામનાં પત્ની સીતાનું અપહરણ કરવામાં આવ્યું હતું.
- આ ઐતિહાસિક વારસાને અનુલક્ષીને અને ભારતીય તેમજ અન્ય પ્રવાસીઓના આકર્ષણ માટે ભગવાન રામ અને સીતાજી જ્યાં જ્યાં ગયા હતા ત્યાં 'શ્રી રામ અને સીતા' સર્કિટ બનાવવામાં આવશે.
- ઉપરાંત શ્રીલંકા સરકારમાં ભારતીય રૂપિયો પણ ચલણી કરવા માટેનો નિર્ણય વિચારાધીન છે.