- આયર્લેન્ડ લોકોને આલ્કોહોલની કેલરી માહિતી, કેન્સર અને યકૃતના રોગોના જોખમો અને ગર્ભવતી વખતે પીવાના જોખમો વિશે ચેતવણી આપવા માટે આલ્કોહોલિક પીણાં પર આરોગ્ય લેબલિંગ ફરજિયાત કરનાર આયર્લેન્ડ વિશ્વનો પ્રથમ દેશ બન્યો.
- આ કાયદો 22 મે 2026થી અમલમાં મુકવામાં આવશે જેનો ઉદ્દેશ્ય વ્યવસાયકોને અન્ય ખાદ્યપદાર્થો માટેના હાલના નિયમોની નીતિ સાથે અનુકૂલન કરવાનો સમય આપવાનો છે.
- આ કાયદાના અમલ માટે આલ્કોહોલિક પીણા ઉત્પાદકો અને વિતરકોને ઉત્પાદન પેકેજિંગ પરની માહિતી અને ચેતવણીઓ પ્રદર્શિત કરવા અને આલ્કોહોલના વપરાશ અંગે વધુ માહિતી દર્શાવવાની રહેશે.
- આ માહિતી આયર્લેન્ડની હેલ્થ સર્વિસ એક્ઝિક્યુટિવની વેબસાઇટ પર નિર્દેશિત કરવામાં આવશે.
- આવી જ માહિતી પબ અને અન્ય લાઇસન્સવાળી જગ્યાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.