માઇક્રસોફ્ટ દ્વારા ગ્રામીણ લોકો માટે AI આધારિત "જુગલબંધી" નામનું બહુભાષી ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું.

  • આ AI ચેટબોટ દ્વારા ગ્રામીણ લોકો તેમની પોતાની ભાષામાં સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી શકશે.
  • "જુગલબંધી" માટે વોટ્સએપ મેસેજિંગ પ્લેટફોર્મ સાથે સહયોગ કરવામાં આવ્યો છે જેથી ગ્રામીણ લોકો WhatsApp પર આ AI ચેટબોટનો ઉપયોગ કરી શકશે.
  • જુગલબંધી ચેટબોટ "AI4Bharat" દ્વારા IIT મદ્રાસના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.   
  • જુગલબંધી 10 ભાષાઓ સમજી શકે છે ઉપરાંત ટાઈપિંગ અને વોઈસ નોટ બંનેને સમજી શકે છે.
  • ઉલ્લેખનીય છે કે જુગલબંધીને એપ્રિલમાં લોન્ચ કરવામાં આવી હતી અને તેનું ટેસ્ટિંગ પણ ભારતની રાજધાની નવી દિલ્હી નજીક આવેલા ગામ બેવનમાં કરવામાં આવ્યું છે.
Microsoft Has Launched “Jugalbandi”—A New Generative AI App for India

Post a Comment

Previous Post Next Post