- આ બેઠકમાં આયોગે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કોમન વિઝન ઘડવા રાજ્યોને અનુરોધ કર્યો છે.
- આ બેઠકમાં આયોગે આઠ મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો તેમજ આરોગ્ય, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને પાયાગત માળખા પર ચર્ચા કરી હતી.
- આ બેઠકમાં નીતિ આયોગ દ્વારા દેશના ઇલેક્ટ્રિક વ્હિકલ માટે નવ સ્માર્ટ શહેરોની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતના સુરતનો પણ સમાવેશ થાય છે.
- આ બેઠકમાં 19 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોના વડા હાજર રહ્યા હતા જ્યારે 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ ગેરહાજર રહ્યા હતા.