સુપ્રીમ કોર્ટ દ્વારા છૂટાછેડા બાબતે અગત્યનો ચૂકાદો અપાયો.

  • સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસની સુનવણી દરમિયાન એવો ચૂકાદો અપાયો કે જો લગ્ન સંબંધ ટકવાનો જ ન હોય તો દંપતિએ છ મહિના માટે રાહ જોવાની જરુર રહેતી નથી. 
  • કોર્ટે આ નિર્ણય બંધારણની કલમ 142 હેઠળ આપ્યો છે. 
  • હાલમાં હિન્દુ લગ્ન ધારાની કલમ 13બી(1) મુજબ દંપતિઓ સંમતિથી છૂટાછેડા માટે આવેલ કેસમાં ફેમિલી કોર્ટ પોતાની વિવેકબુદ્ધિથી બન્ને પક્ષોને 6 થી 18 મહિનાનો સમય આપે છે. 
  • બંધારણની કલમ 142 મુજબ વિવેકાધીન અધિકાર હેઠળ સુપ્રીમ કોર્ટ કોઇ કેસમાં ન્યાય આપવા માટે આદેશ આપી શકે છે. 
  • આ જ રીતે બંધારણની કલમ 32 નાગરિકને અધિકાર આપે છે નાગરિકને જ્યારે એમ લાગે કે તેને કોઇ અધિકારોથી વંચિત રખાયો છે ત્યારે તે સીધો જ સુપ્રીમકોર્ટમાં જઇ શકે છે.
The Supreme Court gave an important judgment on divorce.

Post a Comment

Previous Post Next Post