- Defence Research and Development Organization (DRDO) દ્વારા Unmanned Aerial Vehicle (UAV) TAPAS (The Tactical Airborne Platform for Aerial Surveillance) નું આ પરીક્ષણ ગ્રાઉન્ડ સ્ટેશનથી INS Subhadra સુધી (148 કિ.મી.) કરાયું હતું.
- આ પરીક્ષણ દરમિયાન આ વાહન સમુદ્રથી 20,000 ફૂટ ઊંચે સુધી 3 કલાક 30 મિનિટ સુધી ઉડ્યું હતું.
- TAPAS એ DRDO દ્વારા નિર્મિત મીડિયમ ઑલ્ટિટ્યૂડ લોન્ગ એન્ડ્યુરન્સ અનમેન્ડ એરિયલ વ્હિકલ છે જેની પ્રથમ ફ્લાઇટ આ વર્ષે જ બેંગ્લોર ખાતે Aero India 2023 માં યોજાઇ હતી.