- રશિયા અને યુક્રેન વચ્ચેના લગભગ 14 મહિનાથી ચાલી રહેલ યુદ્ધ બાદ અત્યાર સુધી રશિયાને સમર્થન કરી રહેલ પ્રાઇવેટ આર્મી વેગનર ગ્રુપે રશિયા સામે જ બળવો કર્યો છે અને રોસ્ટોવ-ઓન-ડોન નામના રશિયાન શહેરના મિલિટરી હેડક્વાર્ટર્સ પર કબજો કર્યાનો દાવો કર્યો છે.
- વેગનર ગ્રૂપનો વડો પ્રિગોઝિન છે જે પુતિન સાથે લાંબા સમયથી સારા સંબંધો ધરાવે છે તેમજ તેના આ ખાનગી આર્મી ગ્રુપમાં 25,000 ભાડૂતી સૈનિકો હોવાનું મનાય છે.
- આ આર્મી ગ્રુપે લિબિયા, સીરિયા, અમુક આફ્રિકન દેશો તેમજ યુક્રેન સહિતના યુદ્ધો લડ્યા છે.