- આ સુધારા મુજબ સહમતિથી સંબંધોની ઉંમર 13થી વધારીને 16 વર્ષ કરવામાં આવી.
- જાપાનની સંસદ દ્વારા બાળકો અને મહિલાઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક જાતીય સંભોગની ઉંમર 13 થી વધારીને 16 કરવામાં આવી.
- જાપાનમાં સહમતિથી સંબંધની ઉંમર 13 વર્ષ જે વિશ્વમાં સૌથી નાની ઉમર હતી.
- જાપાનમાં 110 વર્ષમાં પ્રથમ વાર વર્ષ 2017માં જાતીય અપરાધો પરના તેના ફોજદારી કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો.
- જાપાનની સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ નવા કાયદાનો ઉદ્દેશ્ય જાતીય અપરાધોના પીડિતોની સુરક્ષા અને ગુનેગારોને સખત સજા કરવાનો છે જે અંતર્ગત જાતીય અપરાધો સંબંધિત જૂના કાયદામાં સુધારો કરવા અને સમલૈંગિક સંબંધોના મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.