વડાપ્રધાન મોદીની અમેરિકાની ચાર દિવસીય યાત્રા સમાપ્ત થઇ.

  • આ યાત્રાની શરુઆત વિશ્વ યોગ દિવસ (21 જૂન) ના રોજ થઇ હતી. 
  • આ યાત્રા દરમિયાન ન્યૂયોર્કમાં યુએનના મુખ્યમથક ખાતે વડાપ્રધાન મોદીએ યોગ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી જેની થીમ 'વસુધૈવ કુટુંબકમ્‌' હતી. 
  • આ યાત્રા દરમિયાન અમેરિકન સરકાર તેમજ વિવિધ કંપનીઓ દ્વારા અનેક જાહેરાત કરવામાં આવી છે જેમાં અમદાવાદમાં US કૉન્સ્યુલેટ શરુ કરવું,ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક સેન્ટર શરુ કરવું, ગૂગલ દ્વારા ભારતીય ભાષાઓમાં બૉટ લાવવાની જાહેરાત, ગુજરાતમાં 6,760 કરોડના ખર્ચે ચીપ પ્લાન્ટની જાહેરાત વગેરેનો સમાવેશ થાય છે. 
  • આ યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદીએ અમેરિકન પ્રમુખ જૉ બાઇડનને ખાસ ચંદનનું બૉક્સ આપ્યું જેમાં જયપુરના કલાકાર દ્વારા કોતરણી કરીને ગણેશ અને દીવડો બનાવાયા છે. 
  • આ સિવાય મોદીએ લંડનના ફેબર એન્ડ ફેવર લિ. દ્વારા પ્રકાશિત 'ધી ટેન પ્રિન્સિપલ ઉપનિષદ'ની આવૃતિ પણ બાઇડનને ભેંટમાં આપી છે. 
  • આ સિવાય મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડનને લેબમાં તૈયાર કરેલ 7.5 કેરેટનો લીલા રંગનો હીરો આપ્યો છે જે કુદરતી હીરાના રાસાયણિક અને ઓપ્ટિકલ ગુણધર્મો દર્શાવે છે. 
  • અમેરિકન પ્રમુખ બાઇડને આ યાત્રા દરમિયાન મોદીને વિન્ટેજ કેમેરા, જ્યોર્જ ઇસ્ટમેનની પ્રથમ કોડક કેમેરા પેટન્ટની પ્રિન્ટ તેમજ 20મી સદીના હાથથી બનેલ એન્ટિક અમેરિકન બુક ગેલી તેમજ AI (America - India) લખેલ ટી-શર્ટ ભેંટમાં આપ્યા છે.
modi visit us 2023

Post a Comment

Previous Post Next Post