- આ રિપોર્ટ મુજબ:
- વર્ષ 2022માં સમગ્ર વિશ્વમાં ચાર કરોડથી વધુ બાળકોએ મજબૂરીમાં ઘર છોડવું પડ્યું છે!
- આ બાળકોમાં 1.2 કરોડ બાળકોએ પૂર, દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓને કારણે પોતાનું ઘર છોડવું પડ્યું છે.
- બળજબરીપૂર્વક વિસ્થાપિત થયેલા બાળકોની સંખ્યા ગયા દાયકાની સરખામણીએ વધીને બે ગણી થઇ છે.
- આ 4.33 કરોડ બાળકોમાં 60% બાળકો યુદ્ધ અને હિંસાનો શિકાર બન્યા છે જેને લીધે તેઓએ માતા-પિતા અને પરિવારથી છૂટા પડીને દેશમાંથી ભાગવું પડ્યું છે.
- આ આંકડાઓમાં શરણાર્થી અને શરણ ઇચ્છનારા બાળકોની સંખ્યા રેકોર્ડ 1.75 કરોડ છે. - 3.53 કરોડ બાળકો એવા છે જેમણે પોતાની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરવી પડી છે.