- આ એવોર્ડ લંડન સ્થિત સ્વતંત્ર બિન-લાભકારી સંસ્થા 'ધ ગ્રીન ઓર્ગેનાઈઝેશન' તરફથી શહેરી અને રિયલ એસ્ટેટ ક્ષેત્રની 'ઈન્ટરનેશનલ બ્યુટીફુલ બિલ્ડીંગ્સ ગ્રીન એપલ એવોર્ડ્સ' શ્રેણીમાં આપવામાં આવ્યા.
- ગ્રીન ઓર્ગેનાઈઝેશન દ્વારા જે તેલંગણાની ઈમારતોનું સન્માન કરવામાં આવ્યું છે તેમાં મોઝઝમજાહી માર્કેટ (હેરિટેજ કેટેગરીમાં - ઉત્કૃષ્ટ પુનઃસંગ્રહ અને પુનઃઉપયોગ માટે), દુર્ગમ ચેરુવુ કેબલ બ્રિજ (યુનિક ડિઝાઈન માટે બ્રિજ કેટેગરીમાં) અને ડૉ. બી.આર. આંબેડકર તેલંગાણા રાજ્ય સચિવાલય બિલ્ડિંગનો સમાવેશ થાય છે.
- લંડનમાં વર્ષ 1994 માં સ્થપાયેલ ગ્રીન ઓર્ગેનાઈઝેશન, એક સ્વતંત્ર બિન-લાભકારી સંસ્થા છે જે વિશ્વભરમાં પર્યાવરણીય શ્રેષ્ઠ પ્રેક્ટિસને પ્રોત્સાહન અને પુરસ્કાર આપે છે.
- આ પ્રથમ વખત છે કે ભારતમાં કોઈપણ બિલ્ડિંગ/સ્ટ્રક્ચરને પ્રતિષ્ઠિત ગ્રીન એપલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હોય.