- આ માહિતી નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે આંકડાકીય માહિતી અને વિવિધ છબીઓના ગહન અધ્યયન બાદ અમેરિકા, નેધરલેન્ડ, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ એમ ચાર દેશના ખગોળશાસ્ત્રીઓએ મેળવી છે.
- આ અધ્યયન દ્વારા બ્રહ્માંડનું પ્રથમ પ્રકાશ કિરણ અંતરીક્ષના જન્મના ક્યા તબક્કે, કેટલા વર્ષ બાદ બહાર ફેંકાયું હતું તેની વિગતો તૈયાર કરી છે.
- આ અધ્યયન મુજબ આજથી 13.8 અબજ વર્ષ પહેલા થયેલા મહાવિસ્ફોટ (બિગબેંગ) દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો.
- નાસા દ્વારા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ડિસેમ્બર, 2021ના રોજ લોન્ચ કરાયું હતું જેના માટે 1000 કરોડ અમેરિકન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે.