- વિશ્વના સૌથી જૂના અખબારો પૈકીનું 'વીનર જિતુંગ' અખબારને 320 વર્ષ બાદ બંધ કરવામાં આવ્યું છે.
- આ અખબાર 8 ઑગષ્ટ, 1703ના રોજ શરુ કરાયું હતું જેનું શરુઆતનું નામ "વિનરીસ્શેસ દિઆરીઅમ" હતું.
- આ અખબારની છેલ્લી નકલ 30 જૂન, 2023ના રોજ પ્રિન્ટ કરવામાં આવી હતી.
- છેલ્લી નકલના મુખપૃષ્ઠ પર "320 વર્ષ, 12 પ્રમુખ, 10 સમ્રાટ, 2 ગણતંત્ર અને એક ન્યૂઝપેપર" એવું છાપવામાં આવ્યું હતું.
- આ અખબાર ઑસ્ટ્રિયાના વિયેના ખાતેથી છાપવામાં આવતું હતું.
- આ અખબારના છેલ્લા અંકમાં અભિનેતા આર્નોલ્ડનો ઇન્ટરવ્યુ છપાયો હતો.
- ઉલ્લેખનીય છે કે વિશ્વનું પ્રથમ અખબાર Relation aller Fürnemmen und gedenckwürdigen Historien છે જે વર્ષ 1605માં જ્હોન કાર્લોસ દ્વારા શરુ કરાયું હતું.
- દક્ષિણ એશિયાનું પ્રથમ અખબાર બંગાળ ગેઝેટ છે જેની શરુઆત જેમ્સ ઑગષ્ટ્સ હિકી દ્વારા વર્ષ 1780માં કરવામાં આવી હતી.
- ભારતના જૂના અખબારોમાં બોમ્બે હેરાલ્ડ (1789), બોમ્બે સમાચાર (1822), દર્પણ (1832), ટાઇમ્સ ઓફ ઈન્ડિયા (1838), રાશ્ત ગોફતાર (1854), ગુજરાત મિત્ર (1863), ધી સ્ટેટ્સમેન (1875), કેસરી (1881) વગેરેનો સમાવેશ થાય છે જેમાં બોમ્બે સમાચાર, રાશ્ત ગોફતાર તેમજ ગુજરાત મિત્ર એ ગુજરાતી ભાષામા પ્રકાશિત થતા સમાચારપત્રો છે.
- ભારતના જૂના સમાચારપત્રોમાંથી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ધી પાયોનિયર, ધી સ્ટેટ્સમેન, ધી હિન્દુ, ધી ટ્રિબ્યુન, બોમ્બે સમાચાર, ગુજરાત મિત્ર, દીપિકા, મલાયલા મનોરમા, કેસરી, ગોરખપત્ર, ઓ હેરાલ્ડો વગેરે હાલ પણ પ્રસિદ્ધ થઇ રહ્યા હોય તેવા 18મી અથવા 19મી સદીના અખબારો છે!
- બોમ્બે સમાચાર: આ અખબાર વર્ષ 1822માં "મુંબઇના સમાચાર" તરીકે શરુ કરાયું હતું જેનું સર્ક્યુલેશન હાલ પણ ચાલુ છે.
- રાશ્ત ગોફ્તાર:
- આ અખબારની શરુઆત વર્ષ 1854માં દાદાભાઇ નૌરોજી અને ખરશેદજી રુસ્તમજી કામા દ્વારા કરવામાં આવી હતી.
- આ નામનો અર્થ "સત્ય કહેનાર" એવો થાય છે.
- ગુજરાત મિત્ર: આ અખબારની શરુઆત વર્ષ 1863માં સુરત ખાતેથી કરવામાં આવી હતી.