- ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષમાં પ્રથમવાર કોઇ મહિલાની કુલપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
- ડૉ. નિરજા ગુપ્તાને ગુજરાત યુનિવર્સિટીના 18માં કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- ઉલ્લેખનીય છે કે કુલપતિ માટે 100થી વધુ ઉમેદવારોની અરજી મળી હતી પરંતુ કોઇ લાયક ઉમેદવાર ન મળત મધ્ય પ્રદેશની યુનિવર્સિટીમાં ચાલુ ટર્મમાંથી ડૉ. નિરજા ગુપ્તાને આ પદ પર નિયુક્ત કરાયા છે.
- તેઓ ગુજરાત યુનિવર્સિટીના હાલના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાનું સ્થાન લેશે.