- આ સન્માન ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક અને લશ્કરી સન્માન છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય પીએમ બન્યા.
- ફ્રાન્સ અગાઉ વિશ્વના અગ્રણી નેતાઓ અને હસ્તીઓને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર એનાયત કરી ચૂક્યું છે તેમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, ભૂતપૂર્વ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને યુએનના ભૂતપૂર્વ મહાસચિવ બૌટ્રોસ બૌટ્રોસ-ઘાલીનો સમાવેશ થાય છે.
- અગાઉ જૂનમાં ઇજિપ્તે વડાપ્રધાન મોદીને ઓર્ડર ઓફ ધ નાઇલથી સન્માનિત કર્યા હતા.
- ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ફ્રાંસના રાષ્ટ્રીય દિવસ 'બેસ્ટિલ ડે'ની ઉજવણીમાં ફ્રાન્સ તરફથી ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રિત હતા.