- આ બિલ ઓનલાઈન ફૂડ ડિલિવરી સિસ્ટમ અને ગીગ વર્કર્સ માટે બિલ પસાર કરવામાં આવ્યું. આ સાથે આ બિલ પસાર કરનાર રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય બન્યુ.
- ગીગ વર્કર્સ એટલે સ્વતંત્ર કોન્ટ્રાક્ટર અથવા ફ્રીલાન્સર તરીકે સેવા ક્ષેત્રમાં સામાન્ય રીતે કામચલાઉ નોકરી કરતી વ્યક્તિ.
- આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ગીગ વર્કર્સને કાયદા હેઠળ લાવવાનો અને તેઓને સામાજિક સુરક્ષાની ખાતરી આપવાનો છે.
- આ બિલ મુજબ જો ગીગ વર્કર્સનો એગ્રીગેટર રજિસ્ટર્ડ ગીગ વર્કર્સ માટે બનાવેલા કાયદાનું પાલન નહીં કરે તો રાજ્ય સરકાર પ્રથમ વખત તેના પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારશે અને આ રકમ 50 લાખ રૂપિયા સુધી વધારી શકાશે.
- આ કાયદા હેઠળ રાજસ્થાનમાં તમામ ગીગ વર્કર્સ અને એગ્રીગેટર્સની નોંધણી કરવામાં આવશે અને ગીગ વર્કરોનો ડેટાબેઝ બનાવવામાં આવશે.
- દરેક કામદાર માટે એક યુનિક આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવશે.
- આ બિલમાં 'Platform Based Gig Workers Fund and Welfare Fee' સ્થાપિત કરવાની જોગવાઈ પણ છે જે હેઠળ ગીગ વર્કર્સ માટે સામાજિક સુરક્ષા અને કલ્યાણ ભંડોળની સ્થાપના કરવામાં આવશે.