આદિલ સુમરીવાલાને વર્લ્ડ એથ્લેટિક્સના ચાર વાઇસ પ્રેસિડેન્ટમાંના એક તરીકે ચૂંટવામાં આવ્યા.

  • આ સ્થાન વૈશ્વિક ટ્રેક અને ફિલ્ડ મેનેજમેન્ટ બોડીમાં ભારતીય દ્વારા રાખવામાં આવેલ સર્વોચ્ચ સ્થાન છે.
  • એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (AFI) ના પ્રમુખ 65 વર્ષીય સુમરીવાલાએ બુધવારે બુડાપેસ્ટ, હંગેરીમાં યોજાયેલી WA ચૂંટણીમાં ત્રીજા સૌથી વધુ મત મેળવ્યા હતા.  
  • તેઓનો કાર્યકાળ ચાર વર્ષનો રહેશે.
  • ચૂંટાયેલા અન્ય ત્રણ ઉપ-પ્રમુખોમાં કોલંબિયાના જીમેના રેસ્ટ્રેપો, સ્પેનના રાઉલ ચાપાડો અને કેન્યાના જેક્સન તુવાનનો સમાવેશ થાય છે.
  • સુમરીવાલા ભૂતપૂર્વ ઓલિમ્પિયન છે જેણે મોસ્કોમાં 1980 સમર ઓલિમ્પિક્સમાં 100 મીટરમાં ભાગ લીધો હતો.  
  • તેઓએ વર્ષ 2012 થી AFI ના પ્રમુખ તરીકે કાર્યરત છે અને વર્ષ 2015 થી WA કાઉન્સિલના સભ્ય છે.
  • એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા(AFI)ની સ્થાપના 1946માં થઇ હતી અને તેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે.
આદિલ સુમરીવાલાને વર્લ્ડ એથ્લેટિક્સના ચાર વાઇસ પ્રેસિડેન્ટમાંના એક તરીકે ચૂંટવામાં આવ્યા.

Post a Comment

Previous Post Next Post