- આ યોજનામાં 169 શહેરોમાં 10,000 ઈ-બસ તૈનાત કરવામાં આવશે.
- કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાને આગામી 10 વર્ષ સુધી ચલાવશે.
- આ યોજના હેઠળ 3 લાખ કે તેથી વધુ વસ્તી વાળા શહેરોની પસંદગી કરવામાં આવશે જેમાં તમામ કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાની, ઉત્તર પૂર્વ વિસ્તાર અને પર્વતીય રાજ્યોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
- PM-eBus સેવા યોજના મુખ્યત્વે એવા શહેરોમાં લાગુ કરવામાં આવશે જ્યાં ઓછી કે કોઈ સંગઠિત પરિવહન સેવા નથી, અને ગ્રીન મોબિલિટી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે.
- આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 2021માં કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી.
- આ યોજના પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP)ના આધારે લાગુ કરવામાં આવશે.
- તેના કુલ ખર્ચમાંથી, કેન્દ્ર 10 વર્ષના સમયગાળામાં રૂ. 20,000 કરોડ આપશે જ્યારે બાકીનો હિસ્સો રાજ્યોમાંથી આવશે.
- PM-eBus સેવાનો હેતુ એવા શહેરો કે મોટાભાગે જ્યાં સંગઠિત બસ સેવાઓ નથી ત્યાં સિટી બસની કામગીરી વધારવાનો છે.