- તેણી સૌથી ઝડપી ભારતીય દોડવીર અને રાષ્ટ્રીય 100 મીટર રેકોર્ડ ધારક છે.
- તેના પરીક્ષણમાં એન્ડ્રોજન રીસેપ્ટર મોડ્યુલેટર (SARM)ની હાજરી સાબિત થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- તેણીને 5 ડિસેમ્બર, 2022 ના રોજ SARMs માટે સ્પર્ધાની બહારના ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ 3 જાન્યુઆરી, 2023 થી પ્રતિબંધિત કરેલ છે.
- આ પ્રતિબંધના પરિણામે નમૂના સંગ્રહની તારીખથી મેળવેલા તેના તમામ સ્પર્ધાત્મક પરિણામો રદ કરવામાં આવશે જેમાં આ સમયગાળા દરમિયાન મેળવેલા કોઈપણ મેડલ, ગુણ અને પુરસ્કારોની જપ્તીનો સમાવેશ થાય છે. તેણીને નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી (NADA)ની કલમ 2.1 અને 2.2 ના ભંગ માટે દોષિત ઠેરવવામાં આવી છે, જેના કારણે NADA ADR 2021ની કલમ 10.2.1.1 હેઠળ ચાર વર્ષ પ્રતિબંધની સજા કરવામાં આવી છે.
- તેણીએ વર્ષ 2021 ઈન્ડિયન ગ્રાં પ્રિકસ દરમિયાન 11.71 સેકન્ડના સમય સાથે 100 મીટર સ્પ્રિન્ટ રેકોર્ડ બનાવ્યો હતો.