- અલ્હાબાદ હાઈકોર્ટે જેન્ડર ચેન્જ કરવાની બાબતને બંધારણીય અધિકાર કહ્યો છે.
- કોર્ટે દ્વારા જાહેર નિવેદન મુજબ આધુનિક સમાજમાં કોઈપણ વ્યક્તિને પોતાની ઓળખ બદલવાના અધિકારથી વંચિત ન રાખી શકાય.
- જો કોઈ વ્યક્તિ પોતાના કુદરતી જેન્ડર દ્વારા સંતોષ ના ધરાવતું હોય તો તે ‘જેન્ડર આઈડેન્ટિટી ડિસઓર્ડર સિન્ડ્રોમ’નામની માનસિક બીમારીથી પીડાય છે તેથી વ્યક્તિને જેન્ડર ચેન્જ કરવાનો અધિકાર છે.
- અલાહાબાદમાં જસ્ટિસ અજીત કુમાર મહિલા કોન્સ્ટેબલની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય સંભળાવ્યો હતો.
- અરજીકર્તા ઉત્તરપ્રદેશની મહિલા કોન્સ્ટેબલ દ્વારા જેન્ડર ચેન્જ બાબતે 11મી માર્ચે પોલીસ મહાનિર્દેશકને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પોલીસ મહાનિર્દેશક દ્વારા આ બાબતે કઈ ના કરતા તેણી દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
- અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા પોલીસ મહાનિર્દેશકને ‘લિંગ પરિવર્તન’ માટેની અરજીકર્તાની માંગનો જલ્દી નિકાલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત કોર્ટે રાજ્ય સરકારને સોગંદનામું દાખલ કરવા પણ આદેશ કર્યો છે.