- પ્રધાનમંત્રી દ્વારા 'અમૃત ભારત યોજના' અંતર્ગત 6 ઓગસ્ટના રોજ દેશભરના 508 રેલવે સ્ટેશનનોના રિડેવલોપમેન્ટ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો.
- આ યોજના અંતર્ગત ગુજરાતના પણ 20 રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ ડિવિઝનના 9, વડોદરા ડિવિઝનના 6, ભાવનગર ડિવિઝનના 3 અને રાજકોટ ડિવિઝનના 2 રેલવે સ્ટેશનો સામેલ છે.
- જે પૈકી ગાંધીનગર રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ થઈ ચૂક્યું છે.
- ગુજરાતમાં અમદાવાદ ડિવિઝનના રેલવે સ્ટેશનની વાત કરવામાં આવે તો, વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ જંક્શન, ભૂજ, ભચાઉ, પાટણ, હિંમતનગર અને ધાંગધ્રા રેલવે સ્ટેશનને રિડેવલોપ કરવામાં આવશે. જ્યારે વડોદરા ડિવિઝનના ભરૂચ, મિયાગામ, કરજણ, વિશ્વામિત્રી, ડભોઈ, દેરોલ રેલવે સ્ટેશન, રાજકોટ ડિવિઝનના ભક્તિનગર અને સુરેન્દ્રનગર તેમજ ભાવનદર ડિવિઝનના સાવરકુંડલા, બોટાદ અને કેશોદ જંક્શનનો કાયાકલ્પ કરવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરના 1309 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે. જે પૈકી 120 સ્ટેશન વેસ્ટર્ન રેલવે હસ્તક આવે છે.
- આ યોજના અંતર્ગત દેશના 3 રેલવે સ્ટેશનોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.