- આ ઉજવણી વલસાડ જિલ્લાના ધમડાચી ખાતે કરવામાં આવી હતી.
- વલસાડ એ ભૂમિ છે, જેણે ઇરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા અને આ પારસીઓએ આઝાદીની લડતમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.
- આ ઉજવણી બાદ મુખ્યમંત્રી દ્વારા ડાંગ જિલ્લાના 279 ગામોમાં સર્ફેસ સોર્સ આધારીત પાણી પૂરવઠા માટેની 866 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરવામાં આવી.
- ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા દિવસ પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી 10મી વખત ધ્વજારોહણ કરવામાં આવ્યું.
- ભારતના આઝાદી પર્વના મુખ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને કેબિનેટના પ્રધાનો સહિત અનેક ગણમાન્ય હસ્તિ ઉપરાંત 3 હજાર ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું જેમાં સેન્ટ્રલ વિસ્ટા, નવી સંસદનું નિર્માણ કરનારા મજૂરો સહિત ભારત-ચીન સરહદના વાઈબ્રન્ટ વિલેજ પ્રોજેક્ટના 622 સરપંચ, પીએમ કિસાન યોજનાના કેટલાક લાભાર્થી અને નર્સ, માછીમારો અને ખાદી વર્કરને આમંત્રણ આપવામાં આવ્યું.