DGCA દ્વારા લિંગ સમાનતા માટે એક સમિતિની રચના કરવામાં આવ્યું.

  • સિવિલ એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા ઉડ્ડયન ક્ષેત્રે મહિલાઓ અને પુરુષો વચ્ચે સમાનતા સુનિશ્ચિત કરવા માટેના માર્ગો સૂચવવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી.
  • આ કમિટી DGCAને એવિએશન સેક્ટરમાં લિંગ સમાનતા લાવવા માટે સૂચન કરશે.
  • આ કમિટીમાં ડિરેક્ટર (ઓપરેશન્સ) તરીકે સુરવિતા સક્સેના, ડિરેક્ટર (તાલીમ) તરીકે આરપી કશ્યપ, ડેપ્યુટી ડિરેક્ટર (વહીવટ) તરીકે પવન માલવિયા અને ડેપ્યુટી ડિરેક્ટર (એરક્રાફ્ટ એન્જિનિયરિંગ નિયામક) માટે કવિતા સિંહનો સમાવેશ થાય છે.
  • સમિતિના આદેશમાં તેના બંધારણની તારીખથી છ મહિનાની અંદર ભલામણો ધરાવતો વ્યાપક અહેવાલ રજૂ કરવાનો સમાવેશ થાય છે.  
  • આ કમિટીનો ઉદ્દેશ ઉડ્ડયન ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને વૈશ્વિક સ્તરે તમામ વ્યાવસાયિક અને ઉચ્ચ-સ્તરની રોજગારીમાં 2030 સુધીમાં 50-50 (સ્ત્રી-પુરુષ) ગુણોત્તર પ્રાપ્ત કરવાનો છે.
DGCA દ્વારા લિંગ સમાનતા માટે એક સમિતિની રચના કરવામાં આવ્યું.

Post a Comment

Previous Post Next Post